તમે   છો    આઈના     એક      પ્રતિબિબ   સમા  ,
કદી     સચવાય     નહિ , વાદળોની  પ્રિત   સમા .

તમને    યુગો   યુગોથી    પામવા અમે    તરસ્યા ,
કદી   શક્યા  ના પામી , પતંગિયાના  રંગ   સમા .

તમને    પામવા   રથ   સમય     સાથે   ટકરાયા ,
કદી   ના    હાથમાં   આવો  ઝાકળના  બુંદ  સમા .

યુગો   યુગો   તમને     પામવા    અમે     ભટક્યા ,
તમે   ભરેલા   મૃગજળથી  પાણીના   જામ  સમા .

ખબર   ક્યાં  ક્યારે  ભીજવ્યા  ત્રણ   ચાર  બુંદથી
ચિતરાય ના નામ”ચાતક “વાદળ ની ભીંત સમા

ચાતક 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *