તમે છો એક આયનાના પ્રતિબિંબ સ્મિત સમા,મુકુલ દવે “ચાતક”

તમે    છો    એક  આયનાના    પ્રતિબિત    સ્મિત    સમા,
કદી    સચવાય    નહીં    એવા    વાદળની  પ્રીત    સમા ,

ખોવાણા  ભવના  પગલામાં,  પાછા  વળ્યા   ને   ચાલ્યા ,
કદી   પામી   ના  શકયા  એવા  પતંગિયાની  જીત  સમા,

તમને   પામવા   હાંફતા   સમયના  રથ   સાથે  ટકરાયા ,
હાથ   કદી   ના   આવો  એવા   ઝરણાંના  સંગીત   સમા,

સાત    જન્મોના    હિસાબના   મારણમાં   અમે    તરસ્યા ,
એકલતાના  વરસાદમાં  મૃગજળ    પીધાની  રીત  સમા,

વાયરાના તોફાનમાં કેવી રીતે ભીંજાયા બે ચાર બિન્દુથી ,
આમ તરસ ને રણ છતાં “ચાતક” છો વરસતા ગીત સમા,

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*