તરસ હતી જયારે આવી ઊભા,સાગરકિનારે ખારાં પાણી ઊછળતાં રહ્યા ,
તરસ  ન્હોતી  છતાં  ઊભા આવી   મીઠે ઝરણે  હંમેશ અંતે તરસતા રહ્યા,

જિંદગીભર ફરજ  એને  પડી ક્યાંથી બની ફર્યા કરે રૂપવાન  હરણ થઈને ?,
સતત અહિયાં કોઈ લલચાઈને  જો તીર મારે એ જ ભયથી ફફડતા રહ્યા ,

ભલે  ઘરની ચણેલી ભીંતના  દ્વાર  ને  બારી પણ ખુલ્લાં રાખ્યાં હશે એણે ,
ભીતરના  દ્વાર છેલ્લે ના ખુલ્યા ને  ભેદ પણ દીવાલમાંથી ખખડતા રહ્યા ,

સમયની ચાલમાં એ  ઊજળો માણસ  વ્રુક્ષની છાયામાં જઈ  ભૂલથી બેઠો ,
એ  ભાસતો કાળો   માણસ  કાળા પડછાયાની  કાળાશને  પડકારતા રહ્યા ,

પહોંચ્યા એ  જગ્યાએ  ને  કહી  પણ ગયા છૂટા પડ્યા છીએ અહીં આપણે ,
જરૂરથી   ‘ચાતક’   આવશે   એ  તેથી  જ  શ્રદ્ધાનો દીવો પ્રગટાવતા રહ્યા
મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *