તારા  લલાટે  પૂનમના  ચાંદલાની  જેમ  શોભતો  કેમ ભૂલું ,?
પૂનમ   કેરી   ચાંદની   શીતળતામાં   ઝળહળતો  કેમ  ભૂલું ? ,

ઉતરતા    અંધારે    આભથી    ટિમ    ટિમ   કરતા   તારલા ,
કાયમ  તારાં  કમળનયનોના રંગમાં  ઝગમગતો કેમ ભૂલું ?,

ઉઠાવતો    હું    હંમેશ    લ્હેરાતા    ઘૂંઘટને     એ    સમજીને ,
રહેતો   હું   સદાય    તારા   હૃદયમાં    ધબકતો   કેમ   ભૂલું ?,

રહ્યો   છું  સદા  કેદ  થઇને  તારી  ઘનઘોર શ્યામ  ઝુ લ્ફોમાં ,
હંમેશ કેશની છાયામાં કાળજાની પ્યાસ છીપાવતો કેમ ભૂલું ?,

સદા  રહું  તારી  સમીપે  એ વિચારી સ્મરણ પ્રગટે આંખોમાં ,
દીવાનગીની  રમત  રમી  તૃષ્ણા  કેવી સજાવતો  કેમ  ભૂલું ?,

સ્વર્ગ લાગે “ચાતક” દીવાનગીના  વરસાદમાં   ભીંજાવામાં  ,
મૌન  બની આભના એકાંતમાં વાદળને જગાવતો કેમ ભૂલું ?,
મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *