તારી પાંપણમાં  દૂઝતા  જખ્મો  સંઘરીશ તો અંતે સુકાઈ કાજળ થઈ જશે ,
ભૂતકાળની  જેમાં  સંઘરી  છે   સ્મૃતિઓ  તે  અંતે  કોરો  કાગળ  થઈ  જશે ,

સેવક  રામનો  બનવા તારી  છાતી  કાઢી  સ્વંયં  તું  ચીરી બતાવીશ નહીં ,
શોધે  તને અહિયાં રામ જડશે નહીં ને અંતે તારી આસ્થા પોકળ થઈ  જશે ,

વરસાદની  જેમ  ભલે  તું   આવેગમાં  વરસ્યો  કેવળ  લાગણીના  વ્રુક્ષમાં ,
ભીની અંગત સંવેદનાની  લાગણી  વાવ્યાથી  તે  અંતે  શ્રીફળ  થઈ  જશે ,

હું  પૂછું   છું   મારી   જાતને  કે   તું   ભૂલાયેલો   રસ્તો  છે , નથી તું  મંઝિલ
ને  એ  આશાએ   ચાલ્યા   કરું  છું  ને  કોઈ  દિન રસ્તો  અટકળ  થઈ  જશે ,

“ચાતક”  અનાદિથી  બ્રહ્માંડમાં અમૃત પીવાનો  હક્ક એકલા ઇન્દ્રનો  નથી ,
એ જ તારામાં છે વલોવી ધૂણી ધખાવ ને અંતે સાગરઅમૃત જળ થઈ જશે ,

મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *