તું લઇ બેઠો ગણતરી વૈભવોની ,શૂન્યને નિજ સાકાર થવા દે ,મુકુલ દવે ‘ચાતક’

તું  લઇ  બેઠો  ગણતરી  વૈભવોની , શૂન્યને  નિજ સાકાર થવા દે ,
પામવા ‘સ્વ’ને તું ખુદ તૃષ્ણા વલોવી ‘હું’ નો પણ કિરતાર થવા દે ,

દ્વાર પર  સાંકળ  લગાવી  છે  જ્યાંથી  સાદ આવે  પ્રત્યક જ  ક્ષણે ,
આંખુ  જગ મંદિર છે  નિજ દ્વારની સાંકળ ઉપર તું  પ્રહાર  થવા દે ,

આંખમાં સપનાજ લઇ ચાલ્યા સતત પહોંચ્યાનો અહેસાસ લઈને ,
બંધ  મુઠ્ઠી  સાવ  ખાલી ખુલ્તાં નિજ  આયના ને આરપાર  થવા દે ,

આંખમાં  શમણાંય  રોપી  હાથમાં  લઇ હાથ  ભીતરમાં હુંજ સરું છું ,
આંખમાં  આંખો  પરોવી  જોયું  આજે  સાચનો તું વિસ્તાર થવા  દે ,

અંતમાં  ઊડી  ગયું  પંખી વિંખાયેલો જ માળો નિજ ડાળીએ  જોઈ ,
મૌન પાછળ લાગણી ઢંકાઈ છે  ‘મા’  ના  મરમનો  ઉગાર થવા  દે ,

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*