તે પૂર્યો મને માટીમાં રૂંધાઈ રહ્યો છું ,મુકુલ દવે “ચાતક”

તે    પૂર્યો     મને    માટીમાં    રુંધાઈ    રહ્યો     છું ,
શ્વાસોની   ઘટનામાં   ગાજી    પડઘાઈ   રહ્યો    છું ,

અજવાસ    લોહીના   પોલાણમાં    ક્યાંથી    હોય ?,
ઠાંસી  ઠાંસી  ભરેલી  વેદનામાં  છલકાઈ  રહ્યો  છું ,

છું   હું  કાણી  બાલદી  જેવો  ક્ષણની  ધડિયાળમાં ,
વહેતો   રહ્યો  ચંચળ   શ્વાસમાં  ઠલવાઈ  રહ્યો  છું ,

વ્રુક્ષ   પર   માળો   બાંધ્યો   બે  ત્રણ   ઈડાં મૂક્યાં
હેતથી  તણખલા  પેઠે   સતત   ફ્ફ્ડાઈ  રહ્યો   છું ,

સાંજ    ઢળી   સદન   હવે   ખંડેર   થઈ  રહ્યાં    છે ,
ઘરખૂણે “ચાતક”યાદો મમળાવી સંકેલાઈ રહ્યો છું ,

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*