દશા  ને    દિશા  બદલતા   જિંદગી  પંથમાં  તું   મુસાફર  થઈ  જા ,
અસર  એમના   મિલનની  કે    દુઆઓં  ફળી  તું  રહેબર થઈ   જા ,

પુણ્ય   મેળવા   ખુદ   નદી   બીજાની  ગંદકી  મૌન  સાગરમાં  ફેંકે ,
હ્રદય   વિશાળતા આમ  અમથી   મળી  નથી  તું  સમંદર થઈ  જા ,

છતાં    પૂજવાનું    સૂર્યાસ્તને    રાખ   પછીથી   સૂર્યોદય   થવાનો,
હ્રદયમાં પણ અજવાસ ને સાચવતાં સાચવતાં તું ઉજાગર થઈ જા ,

ગગનમાં  તને  પણ  રસ્તાઓનો   અણસાર   શોધે  ક્યાંથી  મળશે ,?
કિન્તુ   જે   દિશા   તરફ   દાતાર   થઈ  ચાલ્યો  તું   ઈશ્વર  થઈ  જા ,

મહેફિલમાં    ને   મહેલોમાં   દીવાનગીથી    ભલે    આળોટ્યા   કર ,
જીવનની   સારપ એટલી  ઝૂંપડીના  દીપનો  તું   મુક્દર  થઈ  જા,

ભલે  “ચાતક”   વરસાદના   ઝાંઝવામાં  તું   બેચાર   ટીપાં  પી  લે ,
તરસ    નીર   છીપાવવા   જરૂર    કોઈનો    તું   ચારાગર  થઈ  જા ,

મુકુલ દવે “ચાતક”
Top Health Gudeline

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *