દીવાનગી પણ  છે,મહોબ્બત પણ હશે, હું જાણું છું ,
આંખો  વચ્ચૅ પાંપણની આડી  આડ છે, હું જાણું છું,

સંબંધની  પોકળતામાં આશિકી પણ હોવી જોઈએ ,
કાજળ  ભરેલ   આંખમાં  કાળાશ  છે   હું   જાણું  છું ,

ભીતર  હ્રદય  છો  ચાહતું,  મન  દુનિયાદારીમાં છે ,
આંખો  વડે  હંમેશ  માપ  તોળાય  છે,  હું  જાણું  છું ,

ફેલાવી   ઝુલ્ફો   ઢોંગ  શીતળતાનો   છોને  તું  કરે ,
થઈ દુનિયાદારીની  વણઝારી  ફરે,  હું    જાણું   છું ,

રાખીશ   બાંધી  ગાંઠ  તું   રિસામણાની   તેથી   શું ,
આ  તો સમયની ચાલ  છે, બાંધે, છોડે, હું  જાણું  છું
મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *