દ્વાર ઘરના તો મેં ખુલ્લા કર્યા,મુકુલ દવે ‘ચાતક’

દ્વાર  ઘરના  તો  મેં  ખુલ્લા  કર્યા
કેમ   પડછાયા  જ   પાછાં   ફર્યા

મેં   અંધારામાં   તો   દીવા  કર્યા
સાચું  કહું  પડછાયા  મોટા  કર્યા

એ  સત્યના  બસ  અભાસી   રંગે
આંગણે   આવીને   ચાળા    કર્યા

આમ  ઝળહળીને   તમે   શું  કરો
કાળનાં   મોજાં   એ   પાળા  કર્યા

મ્હોંબ્બતમાં હદ સુધી ના જવાયું
આપણે  મનમાં  જ  જીવ્યા  કર્યા

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*