ધૂણી  ધખાવી એ ધુમાડાને   જગતમાં  તું  જાણવા  ન   દે ,
તારા  પિંજરની  એ  સુગંધને  સાચવી હોય તો  હવા  ન દે,

તું છોડ વળગણ એવા જે શ્વાસોમાં જરાયે દમ ન હોય કદી ,
હોવા   ન   હોવાથી   બને   છે   ક્યાં  કશું  ખુદા જવા  ન  દે ,

બસ તું અચળ મુજમાં સમાઈ અંહકારની એ  જણસ છોડને ,
થોડી કચાશ  ના કર , ફના થઈને  અસ્તિત્વ પામવા  ન  દે ,

ઓછી  નથી  કટુતા  જીવનની એ  છતાં  પણ મૌન છે પ્રભુ ,
મુજને   સજા   ન   દે ને  ગુનાને  નસીબ  પણ  થવા  ન  દે ,

તારા   ઈશારા   પણ   બધાં  સુખ દુઃખના તું હસ્તક રાખ ને ,
કહેજે  મને  એનું  શું  કરું , ક્ષણની  સમજ  ને ચાલવા  ન દે ,

જો    શ્રદ્ધાને    જોખવાની    હોય    શબરી   સામે  કહેજે  તું
કેવો   મળ્યો   છે   ઈશ્વર   આવે   નહીં   ને   આવવા  ન  દે

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *