નાનપણમાં “માં ” કહેતી રમકડાંને કાગડો લઈ ગયો ,મુકુલ દવે ‘ચાતક’

નાનપણમાં  “માં ”  કહેતી  રમકડાંને  કાગડો  લઈ ગયો ,
ભર  જુવાનીમાં જ “માં”  ને ઈશ્વર પણ છળતો લઈ ગયો ,

આડ  “માં” ની  લઈ  સવારે  ને   બપોરે  હું  સંતાઈ  જતો ,
આમ  ખોળો  શોધવા  દીવો  ધર્યો  ત્યાં તણખો લઈ ગયો ,

ખોળું છું “માં” ને રઝળતી લઈ દુવાઓ કોઈ પણ સ્ત્રી મહીં
કૈં  નથી  મળતી  જગત  પટકૂળમાં, એ રણકો  લઈ  ગયો ,

ઉમ્રભર  કૈ  ગાલ  પરનાં  ચુંબનો  ભૂંસાયા  નહીં  આંસુંથી
પ્રેમનાં  સૌ  અસ્તિત્વના  અહેસાસનો   ટહુકો   લઈ  ગયો ,

ટેરવાના   સ્પર્શની   તાસીરમાં ,  ખુશ્બુ  લઈ  રહ્યો  છું  ને
સૌ દુવા  “માં” ની અસરમાં  છે, દુઃખનો સણકો લઈ ગયો ,

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*