નાવમાં   બેસી    પતવાર  ને    પકડી   જો ,
સમીર ની   બદલાતી  દિશા ને  પકડી   જો .

કહે    સદાય   સમય    છે   મારો   હંમેશનો,
સતત ચાલતી સમયની ચાલને  પકડી જો,

ના મળે  ખુદા તારો  માનેલો  રઝળપાટમાં,
ખુદને    ભીતરમાં   મળી    ને    પકડી  જો .

જળ   બનીને નયનમાં   દેખાય તું   સદાય ,
અંતરનાં  દ્રારના   તથ્યો   ને   પકડી    જો .

“ચાતક” ઉપરથી સાવ ભલે દેખાય કોરોક્ટ્ટ
ભીતરમાં   વિસ્તરતી   આગને  પકડી  જો

ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *