નિજ હ્ર્દયે ઈશ્વરને સ્થાપવા મંદિર ભીતર જોઈએ ,મુકુલ દવે ‘ચાતક’

નિજ   હ્ર્દયે   ઈશ્વરને   સ્થાપવા  મંદિર   ભીતર   જોઈએ
આયખાના છળને પારખવા  સ્વયંનો એક  ઈશ્વર  જોઈએ

આ  યુગોની  તૃષ્ણાનો  તું  મર્મ  કેવળ શોધવાનો  હોયતો
ઝેર  પ્હેલાં  પી  પછી  મારણને  માટે  એક  શંકર  જોઈએ

ટેરવાના   સ્પર્શથી   ફૂલોને   જખ્મો   કેટલાં   તો   આપ્યા
પુષ્પોના     જખ્મોની    ખૂશ્બુ   માણવા   અત્તર     જોઈએ

સાવ રાધાની તૃષ્ણામાં કૃષ્ણ કાયમ વરસતાં ઝળહળ  રહે
ને  શ્યામભીની  એ  રાધાને  જમુના  ઘાટે  ગાગર  જોઈએ

ખુદથી માણસ અલગ થઇ કાચના ઘરમાં રહે ને ફૂટી જાય
આમ માણસ શોધવા ફરીએ  શહેરમાં એક પથ્થર  જોઈએ

લેખ  છો  ને હોય છઠીના આ લલાટે  પણ  ઉઘાડવાં દ્વારને
બસ લલાટ ઉપરજ ‘ચાતક’ ઈશ્વરના તો હસ્તાક્ષર જોઈએ

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*