ને જિંદગી ઉક્લેતા દરવાન નો રણકો હતો મિત્ર ,મુકુલ દવે “ચાતક

આમ  જિંદગી   ઉક્લેતાં   દરવાનનો  રણકો   હતો   મિત્ર ,
ભટકાવના વળગણ નું  અવઢવ,કાળ ને ડસતો હતો મિત્ર,

ભરરાત  પૂનમની  વરસતી  શીત  ઢળતી  ચાંદની   હતી ,
જોયું   સવારે   આંખમાં  ગત  તાપનો  તણખો  હતો  મિત્ર,

ભેટ્યાં   હરખથી     હાથને  સ્પર્શ્યા  નહીં  સારું  થયું   મિત્ર ,
મુઠ્ઠી મહીં તપતા અગન ની  આગ નો  ભડકો   હતો   મિત્ર

ખુલ્લી  હથેળીમાં  લકીરો  નહીં,  નર્યા   ઉઝરડા ઓં   હતા ,
ચંદ્રગુપ્ત   ખાતાના   ઉઝરડા  કબૂલ   કરતો   હતો    મિત્ર,

છે  મૃગજળ ની  પ્યાસ નાં જળ ,ઝાંઝવાનાં નામ  વાદળાં ,
ને  સાવ  કોરાં  વાદળાં માં  બોલ  શું  ચણતો   હતો   મિત્ર,

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*