હથેળીમાં દમયંતીનો સ્પર્શ છે ,
બની માછલી સરકી જાતી ક્ષણો ———-ભગવતીકુમાર શર્મા
તમારી સાથ મારી પ્રીત કંઈ ફોગટ નથી નીવડી ,
ગુલો પર આજ ચાલુ છું, ગુલોને ખાર સમજીને ——–મધુકર રાંડેરિયા
મારો પ્રવાસ મારી રીતે ના થઈ શક્યો ,
કૈં કેટલાય કાફલા રસ્તા ઉપર મળ્યા ——-હરીન્દ્ર દવે
મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે ,
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું ——-શેખાદમ આબુવાલા
એકબીજાથી લખાયેલા છતાં ,
સાવ કોરાકટ્ટ કાગળ આપણે ———કરસનદાસ લુહાર
એમાં હું મારા લાખ પ્રતિબિંબ જોઉં છું
આંખો છે આપની કે કમળનું તળાવ છે ———-મનહરલાલ ચોક્સી
જુલ્ફોય કમ ન્હોતી લગારે મ્હેંકમાં ,
મૂર્ખા હતા હકીમ કે અત્તર સુધી ગયા ———-અમૃત ઘાયલ
ઉપાડી જામને મોઢેં મૂકું હમણાં જ સાકી,પણ ,
તમારી આંખથી પીવા મળે છે એ સુરાનું શું ? ——-‘ગાલિબ’ ગુજરાતી
ફેંક્યું’તું એક ફૂલ કદી એણે વ્હાલમાં ,
વર્ષો થયાં છતાંય હજી કળ વળે નહીં ————–રશીદ મીર