મેં ગઝલ મૂકી ને તેં હીરો મુક્યો
તોયે લાગ્યું મેં મને ગિરો મૂક્યો ———–અશોકપુરી ગોસ્વામી

કોઈ પણ ક્યાંયે લખે જો નામ મારુ
અક્ષરો   વચ્ચે   હવે   વંચાય  છે  તું ———-આકાશ ઠક્કર

હૃદયના  દર્દની  તમને  જરા જો કલ્પના આવે
કસમથી આપની જીભે સો સો દુઆઓ આવે ———કામિલ વટવા

શરીરે   શોભતાં આભૂષણોને  એ  ખબર  ક્યાં  છે 
કે અમે માટીના ઢગલા પર બધો શણગાર કર્યો છે ?——-કુતૂબ આઝાદ

તું મારા દિલમાં રહે કે આંખમાં
ક્યાંય પણ નીચો નહીં પાડું તને ————ખલીલ ધનતેજવી

સળગતો શબ્દ પણ પીંખાયેલા પરિવાર જેવો છું
મને ના વાંચ , હું  ગઈકાલના અખબાર  જેવો છું ———ગની દહીંવાલા

મોત આટલું મગરૂર હશે ન્હોતી ખબર
દવા  સુધી  દર્દને  પહોંચવા  દીધું  નહીં ———ગીતા પરીખ

મ્હેર છે  રક્તનાં સગપણોની
દુશ્મોની  ઊણપ ક્યાં નડે છે ——ગુલામ અબ્બાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *