તમારા  સમ  મને  છે  એટલી  શ્રદ્ધા  તમારા  પર
તમે જો શાપ પણ દેશો તો એ વરદાન થઈ જાશે ———કૈલાસ પંડ્યા

આ કેમ આજે આટલો અજવાસ છે  બધે
ઘર પર કોઈ ગરીબના વીજળી પડી કે શું ———-અદી મિર્ઝા

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા  ———અમૃત ઘાયલ

આખું જીવન સાવધાનીથી ભલે પગલાં ભરો
એક  પળ  ચૂકી જવામાં આયખાં  છાપે  ચડે  ——–અશરફ ડબાવાળા

આયનામાં કાલ  જે જીવતો હતો
એ જ માણસ આખરે ફોટો થયો ———અશોકપુરી ગોસ્વામી

એ  સમયની વાત  છે  કે  ના  થયાં મારાં તમે
નહિં તો દુનિયામાં ઘણું ય ના થવાનું થાય છે ——–અસદ સૈયદ

સમયના હાથમાં મેંદી અમે એમ જ નથી મૂકી
ક્ષણોને  પીસવામાં  કેટલી   તકલીફ  વેઠી  છે ? ———-અહમદ મકરાણી

કરતા રહે  છે  પીઠની પાછળ સદા પ્રહાર
એ બીજું કોણ હોઈ શકે છે સ્વજન વિના ———આદિલ મન્સૂરી

ડૂબી   ડૂબીને   ડૂબવાનું   શું   માણસમાં
એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે ———અશરફ ડબાવાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *