પંચામૃત

મેં સહ્યા છે એટલા દુઃખ કે દુઃખો બની ગયાં સુખ
હું  હસી  પડ્યો  છું  જયારે  મારી જીંદગી રડી  છે ………..ખલિશ
ગની બળતામાં ઘી હોમાયા જેવી વાત થી આ તો
દુઃખી પોતે હતી દુનિયા  ને એમાં આપણે આવ્યા …….ગની દહીંવાલા
એ સહનશીલતા હતી કે  મજબૂરી !
ભીષ્મની એ પળ વિશેની વાત કર …ગોવિંદ ગઢવી .સ્મિત .
આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે   પે.લો   ઋણાનુબંધ   તો ….ચિનુ મોદી
ઝંખના  જીવાડે  છે
એ જ તો વિતાડે છે ……ચિનુ મોદી
શબ ગણી મારા ઉપર અત્તર ન છાંટ
પુષ્પ પર કારણ વગર અત્તર  ન છાંટ …….ચિનુ મોદી
મુસીબત  પડી  એ  તો  સારું  થયું
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો ……ચિનુ મોદી
હું    અધૂરી   પ્યાલીને   પંપાળતો   બેસી   રહ્યો
આ ભરી મહેફિલ : મને ઊઠી જતાં ના આવડ્યું …જગદીશ જોષી
રમતાં રમતાં લડી પડે  ભૈ માણસ  છે
હસતાં હસતાં રડી પડે ભૈ માણસ  છે …..જયંત પાઠક
હું એટલા જ માટે તો નાસ્તિક નથી થયો
ઈશ્વર  હશે તો કોઈ દિવસ કામ  આવશે ….જલન માતરી
chatakmukull

Recent Posts

તુજ નયનોના રણમાં તું મને આવવા તો દે,મુકુલ દવે ‘ચાતક’

તુજ  નયનોના  રણમાં તું  મને આવવા તો   દે ક્યાંક   તો   છાયા   મળી   જશે  ભટકવા તો … Read More

22 hours ago

મારી એક શરતે વરસવું જો હોય  અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’

મારી એક શરતે વરસવું જો હોય  અનરાધારે વરસ બે   ચાર   છાંટાથી   નહીં   છીપે   હવે  મારી … Read More

3 weeks ago

બંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘

બંધ  ક ર્યો   છે   ફૂલોએ   સુંગધનો   ધંધો ભ્રમરો   દીવાનગીમાં   આમ   છે    નોખો માત્ર દર્પણ… Read More

1 month ago

એક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘

એક  તું  ને  'હું ' જ  દૂર  નો ભેદ  પહોંચાડે છે આમ   બે   આંખોના   સેતુબંધ … Read More

2 months ago

દૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’

દૂરથી   એણે   પ્રેમના  કબૂતર   ઉડાડ્યાં  ને   હું  જોતો  રહ્યો આભમાં   પાંખો   ફૂટે   પ્હેલાં   પછાડ્યાં   ને … Read More

2 months ago

એને મને યાદ કર્યો જ નથી,એવું પણ નથી ,મુકુલ દવે ‘ચાતક ‘

એને   મને   યાદ   કર્યો   જ   નથી, એવું પણ  નથી યાદમાં   એને   સંચર્યો   જ   નથી, એવું … Read More

3 months ago