પગે ઠોકર વાગી બાજુમાં ખસેડ્યો એ પથ્થર હતો ,મુકુલ દવે “ચાતક”

પગે    ઠોકર    વાગી   બાજુમાં   ખસેડ્યો    એ   પથ્થર   હતો ,
આંખના જળથી કંડારી એને  મંદિરમાં  મુક્યો  એ  ઈશ્વર  હતો ,

ઘસી  ખુદ પથ્થરને  પ્રતિબિંબિત  કર્યો   બસ  આ જ  આયનો ,
સત્ય બોલતા દર્પણ મહીં  ખુદને કેદ કર્યો  એ   રહગુઝર  હતો ,

મીણબત્તી  ધરી પથ્થરના  અંધારમાં   એ  સ્વજનને  શોધતો ,
અતીતના  કમાડ      બંધ    થયા   છતાં    એ    ભીતર   હતો ,

ખુદને પથ્થર      ચંદન   કેસર    ઘસી    સુગંધીદાર   બનાવે ,
આભૂષણ   બની   સુંદરીના   ગળે   જડ્યો   એ  મગરૂર   હતો ,

ખુદને ખુદા સમજતો માનવ પથ્થરને ઈશ્વર કહેતો થઈ ગયો ,
“ચાતક”  શ્રદ્ધા  ને સર્જનહારે રંગ રાખ્યો  એ  કીમિયાગર હતો

મુકુલ દવે “ચાતક

” 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*