પડછાયો   થતો   જાય  મોટો  ધીમે  ધીમે  અંધકારમાં ,
એ   ફાનસ   લઈને   નીકળ્યો   છે    એના   હિસાબમાં ,

અંતે     ઉર્તર્યા      સામે     એમની      હારમાં     એક્કો ,
એમને   સતત  રાખ્યા  છે  પાના ફેંકવા એની ચાલમાં,

સેનાપતિ વજીર બાદશાહ રાજા રાણી જપ્ત થઈ ગયા ,
હારમાં   ગુલામ  રહ્યાં  લોક ટોળે વળ્યા એના શહેરમાં ,

દ્રૌપદીના  ચિર  ખેંચાય  મહેલોમાં  મૌન  ની  સભામાં ,
મહેલોમાં રમાયા  સતત સોગટા જઈ વસ્યા જંગલમાં ,

“ચાતક”   મધ્ય  દરિયે  ડૂબવાનું   એટલે  તું   રાખજે ,
માણસ   જાત   મારી  તને  નાંખશે   એના  તમાશામાં ,

ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *