પથ્થરને યુગોનો ઈતિહાસ મનખામાં રહે છે ,ચાતક

પથ્થરના  યુગોનો   ઈતિહાસ   મનખામાં  રહે  છે ,
યુગોનાં     સ્મારક    મૌનની   સજામાં    રહે     છે ,

સમય   પણ   કેવી   રીતે   સાક્ષીએ  ઊભો   રહેશે ?
ક્યાં    ને   ક્યાં   એ    સરકીને   ચર્ચામાં   રહે    છે ,

જીવનને  વિચલિત  કરી  દે   છે  પ્રેમ  ને  નફરત ,
જિન્દગીની    સિયાસત    છોડી  ખુદામાં   રહે   છે ,

સ્મૃતિની  છબી  આંખોમાં  લઇ  એ  બેસી ગયો  છે ,
જખ્મોની   હરકત   આંખના   આઇનામાં   રહે   છે ,

તિમિરમાં એક  તેજના લિસોટાની સદા પ્રતીક્ષામાં ,
“ચાતક”  ઊડતા  આગિયાની   તેજરેખામાં રહે  છે ,

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*