પથ્થરો ને સતત પંપાળવા થી સુમન સુધી ના ગયા,ચાતક

પથ્થરો  ને  સતત  પંપાળવા  થી  સુમન સુધી ના  ગયા ,
યુગો   સુધી  પડઘા  તેના  પડ્યા  ફોરમ  સુધી  ના  ગયા.

જિંદગીના   સદા    ડંખ    અમૃત    ના   હોય    કે   ઝેરના ,
સતત તેના વિહ્ર્વળ  થી  જીવનના  ભેદ  સુધી ના  ગયા.

જિંદગી   દૂઝતી    પ્રતિક્ષા    ને    બહાને    જિવાઈ   ગઈ ,
દિવાનગી   ની  ઉષ્મા  ના   રહી   તરસ   સુધી  ના  ગયા.

પરોવ્યા    કરે    મને    સતત    માળા     ના     મણકામાં,
વિખરાઈ જાય  એ ડર  થી  સ્નેહના  બંધન સુધી ના ગયા.

હર હંમેશ આયખા ની પળોજણમાં  દિશા શૂન્ય થઈ ગયા.
જિંદગી  તારણ આટલું  ભીતરના  આતમ સુધી  ના ગયા.

હરહંમેશ  “ચાતક”  ભાગ્ય  ને   દોષ     દેવાનું   છોડી   દે ,
સદા   તારી   દાસ્તાનો  દોષ  કે  તકદીર  સુધી  ના  ગયા.

ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*