પાણી હું ગામે ગામના પીતો રહ્યો ,ચાતક

પાણી   હું    ગામે   ગામના  પીતો     રહ્યો ,
તારા   શહેરમાં   આવીને    તરસ્યો   રહ્યો

ક્યાંથી વરસીને વાદળ ભીના ઘોર   થયા ,
તારા  આંગણમાં  આખે  આખો કોરો  રહ્યો ,

બેઠો     હતો   હું    હારની   બાજી    લઈને ,
પામવા  તને  જીતના  પત્તાં   ફેંકતો  રહ્યો .

તારા   શહેરમાં   હું  વગોવાયો  અટવાયો ,
ઝેર ને અમૃત જામને ઘૂંટીને જીવતો રહ્યો ,

દોસ્ત  અને  દુશ્મન  છે  બધા દોસ્ત મારા ,
પ્રેમના     ફકીરી     જામને    પાતો   રહ્યો .

“ચાતક” ગગનમાં   બિન્દાસ   ઉડતો  રહે ,
ધરતી   ઉપર   હંમેશ  તું   પીંખાતો   રહ્યો

ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*