પુષ્પોની મહેંક માણી ના શક્યા ,સ્પર્શ જલાવી ગયા છે ,ચાતક

પુષ્પોની   મહેક   માણી   ના  શક્યા ,સ્પર્શ જલાવી ગયા  છે ,
હજી  કળ વળી   નથી  ત્યાં  એ આગ  કેવી લગાવી ગયા  છે ?,

ખુદા  માન્યા’તા   ખુદ  તમને   બંદગીમાં  જિંદગીની    રૂબરૂ
કિન્તુ  આંખો  નમ  છે ને  વહેણ ભ્રમના પણ રડાવી ગયા  છે ,

જખ્મોની   અસર    કણેકણમાં   છે  મહોબ્બત  ને   નફરતની ,
ઝેરના  પ્યાલામાં  કોકટેઈલના  અમૃત  પીવડાવી  ગયા  છે ,

હક્ક      છે     રિસાઈ    જવાનો     રહેશે       પ્રતિક્ષા     તારી ,          
દબાવી    ને     હોઠમાં   પાલવ,  પ્રણય  સજાવી   ગયા    છે ,

દિલમાં કેદ કર્યો  તેં  દુઆઓં  ને  બંદગી મળી તારા નામથી ,
રહી  કૃપા એ જ  કે  તારી  અવગણનાથી   બચાવી  ગયા  છે ,

સ્નેહે  પણ  ભીંજવ્યા  છતાં  મન તો  એકમેકના કોરા રહ્યાં છે ,
સ્મૃતિ જળના સિંચનથી “ચાતક” લાગણી પલળાવી ગયા છે ,

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*