પુષ્પો ને કંટકોની હસ્તરેખા કોઈ ઉક્લેતું પણ નથી ,મુકુલ દવે “ચાતક”

પુષ્પો    ને    કંટકોની    હસ્તરેખા    કોઈ     ઉકેલતું     પણ     નથી ,
લે     પુષ્પોની     ખુશ્બૂ ,    કંટક    ને     કોઈ    અડકતું  પણ   નથી ,

જળની     કિમંત     શું     છે    મને     ત્યારે     જ    સમજાઈ    ગઈ ,
આંખમાં ઠરીને  થંભી  ગયું  ને   બ્હાર    સહેજે    વહેતું   પણ   નથી ,

એમણે   અચાનક    ધારણ    કર્યું     મૌન   સફેદ   ચાદર    ઓઢીને,
જે   પાલવમાં  ઘર   હતું   એ   વસ્ત્ર   આજે   ઓળખતું   પણ   નથી ,

લોહીના   સંબંધના   ખડિયામાં  કલમ   ઝબોળી  સગપણ  ચીતર્યા
પરપોટા ચામડીમાં પાણીના થયા લાલ રંગનું લોહી થતું પણ નથી,

પાટી,   બ્લેકબોર્ડ   ને   પેનથી  શિક્ષકે   ઘૂંટી  શીખવ્યું   એ  શીખ્યા ,
જિંદગીની  થપ્પડે  આત્મસાત  થયું  એ  શીખવવું  પડતું પણ નથી,

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*