પોકળ વાંસને વીંધયાના દર્દ ને જઈ પૂછો,ચાતક

પોકળ   વાંસને   વીંધયાના  દર્દને      જઈ  પૂછો ,
છેદની   પીડા    જિંદગીના    સ્વરને   જઈ   પૂછો ,
બંસરી     લઈ   શ્યામ   સમજાવે    સ્વરનું   મર્મ ,
વાંસળી   ફૂંકે    રાધાને    ભેદ   વિશે  જઈ   પૂછો ,
દબદબો     ખાલીપણાંનો     એટલે      રહ્યો    છે ,  
ઢોલને   પીટો   તો    કેવો   વાગે  છે   જઈ  પૂછો ,
પીંજરના   દ્વાર     હયાતીના    ખુલ્લે     છે   અંતે 
પીંજરના   ખાલીપાની   શૂન્યતા  ને   જઈ  પૂછો ,
“ચાતક”વાહ વાહથી નવાઝે છે ગઝલને ભલે તું  ,
વેદના  એની   છે   ભીતરની  ભીતર   જઈ  પૂછો ,
ચાતક 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*