પ્રગટો  એમની  આખમાં  દીવાની   જેમ  ક્યાં  છે ?. , 
આજ ઝળહળતી આંખ ને વિસ્તરતી ખુશી ક્યાં છે ?.

હું    કરું    એમને   અરજ    એ   રહનુંમાં  ક્યાં   છે  

એ ટહુકા આંખના ને પ્રતિક્ષા ના ગુલમ્હોર ક્યાં છે ?.
દરેક   રાહેં  દરેક ગલીએ  ભટકું છું એની શોધમાં ,
આજ મારો  સદા ખોવાયેલો   હમસફર   ક્યાં   છે ?.
ફફડતાં   ઝખ્મો   લઈ    ભટકું   છું    અહી    તહી    
સથવારો  ને   દિલાસો  આપે  રહેગુજર  ક્યાં   છે ?.
ફૂંક     મારે     છે   એ   સદા ,   ઝખ્મો    રૂઝવવા ,
એ     દવાની   અસર  ને   દુવાના શુકન ક્યાં  છે ?.
ઘરે    મારા   આવીને ,  પાડતા  પ્રેમથી   પગલા ,
આવી આજે  અજાણથી  પૂછે, તારું   ઘર ક્યાં   છે ?.
ફૂલકળી   ખીલવવા સદા  એ  ગુલશન  ક્યાં   છે   
રાહ    જુવે    છે    બાગવાન  , વસંત    ક્યાં    છે ?.
ખોવાઈ      ગયા    સદા   સફર   માટે   રસ્તાઓ   ,
શોધું  તો   ક્યાં   શોધું , ઝંખેલી  મંઝિલ   ક્યાં  છે ?.
ઢળી  ગયા ,જીવન  સવાર- બપોર ને  રાત  થઈ 
” ચાતક ” શુકુન થી  લઇ   જાય એ  કાંધો ક્યાં છે ?.
ચાતક

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *