પ્રભુ,યાત્રી છું જીવન જુગારીનો, પત્તા આપી દે ચાતક,

પ્રભુ, યાત્રી  છું  સદા  જીવન  જુગારીનો પત્તા તું  આપી  દે ,
પ્રભુ બેસી પીરસ સામે બાજી જીત હારના પત્તા તું આપી દે ,
પ્રભુ   સંતા-કૂકડીની  રમત    રમાડી    થપ્પો તું  આપી  દે ,
શું   ફિકર   છે   હારેલા  ને   જીતની   ઈશારો  તું  આપી   દે
સેાગટા  રમીએ  મુરલીધર સામે  બેસી  દાવ  તું  આપી  દે ,

રાહ  મળે  ગુઢ   અનંત   ખોજનો   અણસાર  તું  આપી   દે .

પ્રભુ  છે  સંપૅૂણ સદા જુગારી  જગત, તમાશો  તું  આપી  દે ,
પ્રભુ યાત્રા કર નગરની તારું  મૂલ્ય કરશે  છલ તું આપી  દે .
પ્રભુ  ખસતી  નથી દીવાલ સામેથી નિજ  દ્વાર  તું આપી  દે ,
પ્રભુ  જીવનના અર્થના  નિચોડનો , હિસાબ   તું    આપી  દે

માછલી કહે  છે  સમુંદર ઉચકીને ફરૂ  હું  શાન તું  આપી  દે ,
જિંદગીની    છે   રસમ  તોડી  સદા  ઈબાદત  તું  આપી  દે .
“ચાતક”નાંખે પથ્થર કેવી રીતે તળાવમાં ઇલમ તું આપી દે,
 પ્રભુ    હજારો     વમળ    દેખાય    રાઝદાર   તું   આપી  દે .
 ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*