ઈશારો  તો    કરી   ઝળહળ તમે    પ્રભુ  બોલાવો    છો ,
જવું   હું  ભીતર પૂછે  કેમ   આવ્યા પ્રભુ  બોલાવો     છો ,

ભટકેલો  કેટલો   નાદાન     છું     હું   ને     છું   માયાવી ,
જવાબો શોધતા  ખુદને  વર્ષો લાગ્યાપ્રભુ  બોલાવો  છો , .

અમારા      હૃદયના      ભીતર    હંમેશા    એ      રહેતા ,         
બહાર શોધી  ભટકી શોધી અટવાયા પ્રભુ  બોલાવો છો ,.

અમે    ભીતર      અશ્રુધારથી       અવિરત     ભીંજાયા ,
લુછી આંખ તમે  આંખોમાં સમાયા  પ્રભુ  બોલાવો   છો ,.

 દિવ્ય  ઝળહળ   નજરોથી  એમની   સંસાર  ને   જોવું ,
 નજરોના ‘તેજ તિમિર અજવાળ્યા પ્રભુ  બોલાવો   છો ,.

ચાતક
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *