પ્રેમના  ઉન્માદમાં  જેવા  અમે  અમસ્તા  નડ્યા   છે
ચાહને   બસ   મ્હાત  કરવા  હાથમાં  હીરા જડ્યા  છે ,

એમના સઘળાં દ્રશ્ય પારદર્શક તો કાયમ હતા  નહીં ,
કૈક  ઘટનાના   કિસ્સામાં  ક્યાંક મનસૂબા  અડ્યા  છે ,

આઇનામાં સૌ  દ્રશ્ય પણ ઝીલાતાં કાયમ નથી  જ્યાં ,
ત્યાં સતત પૂર્વગ્રહ ની આંખે પડળ સદંતર સજ્યા છે ,

કોઈ    તંતુ    આસ્થાનો    સર્વ    વ્યાપક    ફૂટ્યો   છે ,
કોતરી  ને  પૂજીશું   પથ્થરરો , જે   રસ્તે  પડ્યા    છે ,

સાવ   સૂરજના કિરણ એ,  જાતને   અળગી  કરી   છે ,
ને પ્રખર તડકા વચ્ચે  ભ્રમણા એ પડછાયા ઘડ્યા  છે ,

ઘર  બનાવવા  લઈ  મુઠ્ઠી  રેતી  કિનારા  એ પહોંચ્યાં ,
છેક   ઘૂઘવતાં   ઉછાળા   મારતાં   પાણી    ચડ્યા  છે ,

વાદળાંઓ  આભમાં   વિસ્મય   થઇ   ટોળે  વળ્યાં  છે ,
જો   ફકીરી ને તું  ‘ચાતક’ ,બુંદ એક બે  પણ દડ્યા  છે ,
મુકુલ દવે ‘ચાતક’
Top 50 Beauty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *