ફકીરની   દુઆ   હશે   દવાની   દુઆ  આપમેળે   બની  જશે ,
પયગમ્બર ઉતરશે ઘર તેનું ધરતી મહીં આપમેળે બની જશે ,
મૃગજળ  રેતીને   તરસની   ત્રીવતા   થી   લાત  મારી  જોજે ,
ઝાંઝવાનું  ધગધગતું રણ  વહેતી  નદી આપમેળે  બની જશે ,
ઝૂરતી    સૂકી  નદી  મહીં   ઈબાદત   થી   નાવ   મૂકી   જોજે ,
સાગર  પ્રણયમાં  નદી મહીં  ભળી નદી આપમેળે  બની  જશે ,
ઝેર     પીવાનો   હક્ક   શંકરને  છે   ભટકીશ   નહીં   “ચાતક “,
તું  ધુણીધખાવી જળ પી  લે ગંગાજળ  આપમેળે બ ની  જશે 
ચાતક  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *