ફળિયે  પગના  પડઘા  રહી  જાય  એ કણક્ણને શું કરું
રોજ પડઘાઈ વમળ જે વણી જાય એ આંગણને શું કરું

વાત મનમાં છે ને શબ્દ તો હોઠ ઉપર જ્યાં આવે નહીં
ને  છતાં મૌનમાં પણ ઢળી જાય એ  ડહાપણને શું  કરું

રોજ ઘરથી પગેરું રસ્તા ઉપર શમણાં વાગોળી નીકળે
રસ્તે  રસ્તે  રઝળીને  ફળી  જાય  એ  તારણને  શું  કરું

હું  નિરાકાર  થઈ  શૂન્યમાં  લીન  થાઉં  એ પડઘાય છે
કોઈ  આભાસ  આવી  સરી  જાય  એ  સ્મરણને શું  કરું

એમના   હાથ  ફેલાય  દીવાનગીમાં  મારા  ઘર   સુધી
ને  સગડ  ધારણાથી  વધી  જાય  એ  કામણને  શું કરું

શોધતો હોય ‘ચાતક’  ભલે તું તરસ તારી એ પ્યાસમાં
એક  જે  ટીપું  આપી  શમી  જાય  એ  શ્રાવણને શું  કરું
મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *