ફૂંક    મારીને    સૂતેલી    રાખ    ને  શંકર  કરી  જો ,
સંઘરેલી  આગ  ભીતર  છે  તેને  મુકદર   કરી   જો ,

પ્રગટાવો   આગ   દંભી   લાગણીની  કર   જ્વાળા ,
સળગતી આ લાગણી ના તાપણે અવસર  કરી  જો ,

શેક્યા   ભૂખ્યા  અગનથી  રોટલા   તરફડતા  હાથે ,
ઊભુ  શબ કર ને કફન પ્હેરી  તું  પયગંબર કરી જો ,

ખોપરીમાં    સોંસરું   બાકોરું    કર ,  ઝટ  દે  ભડાકે ,
સળગતા ભૂખ્યા શહેરમાં ઝેરનાં  જીવતર  કરી  જો ,

હાથમાં  લે   ડમરું,  ફરી   હાક  શંકરને  અફાટ  કર
ખોલ   શંકરનું  ત્રિનેત્ર,  નાશ  કલયુગનો  કરી  જો

મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *