ફૂંક માર સુતેલી રાખને  ઉભી તું કર ,
ભીતર  બુઝાયેલા ની  આગને પણ લાલ કર .
લાગણીને દીવાસળી ચાંપ ને ભડકો પણ કર ,
સળગતા ની  લાગણી નું અલૌકિક તાપણ કર
પેટ થી નીકળતી   જ્વાળા થી રોટલાને શેક           
તુંજ ઉભા કર શબોને  કફનનું પહેરણ કર.       
ખોપરીમાં છેદ પાડી  ભડાકો પણ તું કર  ,
ઉછાળતા લોહીને રમાડી  સતત ફુવારો કર,        
“ચાતક” શિવના ડમરૂને વગાડ ને હાક કર
ત્રીજું નેત્ર ખોલ અંધાર કળયુગનો નાશ કર .
ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *