બંદગીમાં હાથ ને ફેલાવું તો પરવરદિગાર આવે ,મુકુલ દવે ‘ચાતક ‘

બંદગીમાં  હાથ  ને  ફેલાવું  તો  પરવરદિગાર આવે ,
થાય  ઈબાદત કબૂલ,તારી કસમ સામે જ દ્વાર આવે ,

દ્વાર  ઉઘાડીશ   તો   તારો  ભરમ  સ્હેજે  નહીં  રહેશે ,
એક ડગલું જો ભરીશ,છળની પહેલાં એતબાર આવે ,

તું  ભટકતો  ને રઝળતો શોધતો કેવળ જ ઝાંઝવાને ,
ખુદથી  જઇ  દૂર,પાછો તો વળે ખુદનો જ સાર આવે ,

ભૂલભુલૈયા  ‘હું’  ની  આ ગૂંચમાંથી તું ક્યાં જઈશ કહે ,
તું  અલખ  ધૂણી  જગાવે તો જ ભીતર કિરતારઆવે ,

શ્રદ્ધાની  એક  રેખા  ઓળંગી   ને  જે   ઘડી  ત્યજી  તેં ,
મૃગમદ વેશે જ લાલચના આશયથી ગુનેગાર આવે

મુકુલ દવે ‘ચાતક ‘

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*