બરફ      જેવા  સફેદ   સબંધને   પીગળાવી   વાવી   જોજે ,
શીતળતાની    અવિરત    આગને   સ્પૅશી      વાવી   જોજે ,

ઉમટે   હ્દયમાં  ઉછળતો  સતત  પ્રેમનો  સાગર  તારામાં ,
ઉમટેલા   પ્રેમ   ઉમંગને   અન્યના  હદયમાં  વાવી    જોજે ,

અર્શ્રુસાર   ની  ઉષ્ણ   કોઈ   આંખની  ભીનપ   ટેરવે   લઈ ,
નયનનોના  ઊંડાણમાં    એકવાર  એ  ભીનપ  વાવી જોજે ,

ઝૂપડામાં     કોઈના    ઓંલવાતા     નિશદિન       સુરજને ,
કોડીયામાં    દીપને     પેટાવી    સતત   તેલ  વાવી  જોજે ,

તરવાનો     ડૂબવાનો    શોખ    ખીલી    ઊઠે    ભલે   તને ,
વમળમાં ડૂબનાર ને તણખલું આપી જીવનને વાવી  જોજે ,

વળ્યા   છે     લોક   ટોળે   કોઈ    ગણગણતા     ફળિયામાં ,
ઘર  તૂટ્યું   છે   ઝંઝાવાતમાં    નળિયું   એક   વાવી  જોજે ,

ખુદ  પરવરદિગાર  ને  “ચાતક”  અહીં  હાક  માર  શ્રદ્ધાથી ,
સદા  બંદગીમાં  ખુદને  સાક્ષાત  ફરિસ્તામાં   વાવી   જોજે

ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *