બસ આજ થોડું થોડુંય વરસો તોય સારું
બસ આમ છાંટે છાંટે ભીજવો તોય સારું

આ  ભીડમાં  આપો  જવાબ મારો  પછી
પહેલાં સવાલ  મારોય સમજો તોય  સારું

બેફામ    હસ   તું    લોક   ટોળે  તો  વળે
ભીતરના ખાલીપાને ઓળખો તોય સારું

શોધો દુનિયામાં ‘હું ‘ ક્યાં નથી મળવાનો
શ્વાસના   ધબકારે   ધબકો    તોય   સારું

સંતાકૂકડીમાં  કોઈ  કયાં  પકડાતું   નથી
સંબંધના   ભેદ   કૈંક  ઉકલો   તોય  સારું

મુકુલ દવે ‘ ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *