બસ  જિંદગીને  આમ  વાંચી  આંખ ઠારી પાનાં  સંકેલાતાં નથી ,
ઘડપણ જ  મારે  ફૂંક  નિયતિના પવનને,રહસ્યો ઝીલાતાં નથી ,

ને  એક તો આ ઓરડો પૂછે  છે પગની ઝાંઝરી ઝણકાર કાલનો ,
પાછું  ઉપરથી  કોણ  જાણે  પડઘા ના  રણકાર જીરવાતાં  નથી ,

ને બંધ મુઠ્ઠીમાં ય સગપણ ના જ એમને રહસ્યો રાખ્યાં છે જ ને ,
અમથી  સમયની  પાંખ  ફફડે, ખુલતાં મુઠ્ઠી હવે પરખાતાં નથી ,

ને  કોક  પ્રતીક્ષાની  સતત  આ  આંખ  તો જોયા કરે જીર્ણંદ્રારને ,
ઉમ્મીદ ના  પડઘા  હવાનાં  કે  ટકોરાના જરાય સમજાતાં નથી,

પ્રકાશની   જ્યાં  હોય   છેતરપિંડી, પડછાયા  સમું  કોઈ  નીકળે ,
શી  રીત  છે  આ ઝંખનાની, કૈક પડછાયા છતાં ઓગળતા નથી ,

જીવન  મહીં  પણ  કેટલી  ચોપાટ માંડીતી  જરા તો ‘ચાતક’કહો ,
શતરંજના પાસા  અમે  નાંખ્યા,  શકુનિની ચાલમાં ફેંકાતા નથી ,

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *