બાંકડે  બેસી  સપનાં  આપણે  મઢ્યા  એ  યાદ તો  હશે
ને   ત્યાં   છૂટા   પડી   આપણે  રડ્યાં  એ  યાદ તો  હશે

જિંદગીમાં    ધૃતરાષ્ટ્ર    જેમ   બાજી    તો    રમી    ગયા
સારથિ રથના કોઈ મને બસ ના જડ્યા એ યાદ તો હશે

એવો  સમય  આવ્યો  તું  રોઈ  ના શકે  કે  ના હસી શકે
બસ સમયની ભીડમાં તરબોળ મળ્યા  એ યાદ તો  હશે

કેટલાં  તથ્યો  સુધી  પહોંચીશ  તું   ભીતર   જરા   ઉતર
જાળ  ફેલાવી  લોક  રસ્તે  તો  નડ્યા  એ  યાદ તો  હશે

દૂરથી  એણે   મને  મૃગજળ  બતાવ્યાં  ને   જોયા  ખરા
જાત  ચાતકની  તરસથી  તો  ડૂબ્યા  એ  યાદ  તો  હશે

મુકુલ દવે ‘ચાતક ‘
10 Top cell Phones

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *