દરબદર ભટકી ને  માણસની  જાત    ટોળાંથી  ફૂટી  નીકળી ,
એવું   તો  શું  ત્યાં  હતું   કે   જાત  માનવની  લુચ્ચી  નીકળી,

સહચરે છે રાતદિવસ  ભેગી  થઈ  સમડીઓ ની  જાત  અહીં ,
ચાંચમાં    લઇ  દૂર  ઊડી ને જવાની   ગંધ   ભુખ્ખી   નીકળી,          

હાથ   છોડી  ને  ગયા,   જીવનનું   મૂલ્ય   મૌન   લાધ્યું  મને
લાગણી ના પડ ને નખથી ખોતરવાની ચાહ  ખુલ્લી  નીકળી

છો, કૃષ્ણ  નામે અગમના,ને   નિગમના   સૌ   નીર પી  ગયા
પણ  શકુની  ચાલ  આગળ તો  કૃષ્ણ ની  ક્ષણ  બુઠ્ઠી  નીકળી,

ને  ઈચ્છાના જ્યાં હરણ  હણ હણતા છૂટે ત્યાં જ  ‘ચાતક’  કહે ,
એ   ભરે  ખોબો  સમંદરમાં, તરત    ત્યાં  તંગ   મુઠ્ઠી  નીકળી,

મુકુલ દવે “ચાતક “
Top 50 Beauty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *