ભારા ઉતાર  સાપના  માથેથી  ઝેર  થઈ ગયા  હશે   
ક્યારના પડીકા  ઝેરના  અવિરત વેચાઈ ગયા હશે .

છળકરવું તારે સનાતન તત્વો ની તૃષ્ણામાં છે,ક્યાં             
ભીષ્મ પિતામહને  હજારો  બાણ વાગી  ગયા   હશે .

પાણી  કિન્તુ  ગંગાનું પવિત્ર કેવી  રીતે   પી  ગયો ! ,
કેટલા  ભગીરથે તાત્પયૅથી ગંગા ઉતારી ગયા હશે .

અંદર  સળગે  છે   રજેરજમાં  મહામૂલા  સંભારણા   
ભીતર  કઈ  મહેલાત   મનોરમ   ચણી  ગયા  હશે

ખેંચાયા ચીર    ભરી  સભામાં   કિન્તુ   ઉભા   રહ્યા ,
મૂકી ખુદને  તીજોરીમાં જગત ને મળવા ગયા હશે  .

“ચાતક” નયનોમાં  જિંદગીની  કંઠકથા વંચાય  છે ,
 જળ  છીછરામાં  તરતા કેવી રીતે  થઈ  ગયા  હશે .         
ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *