ભાવ શબરીના પુણ્યવત તો થયા આપોઆપ રામ આવશે
નામ  રાવણનું  ના  દે , હનુમાનની  સાથે  સંગ્રામ  આવશે

આયખાના   રંગને   ચોળી   શરીરે   રૂડી    રાખ    ચોળીશું
શીવના  વિષમાં  શ્રદ્ધા  હોય  તો   ફકીરીનું  મુકામ  આવશે

વાંસળીના    શ્વાસના   શબ્દો   રાધા  મીરાંના   રોમરોમમાં
ઝેર    પચ્યું    મીરાંનું ,   ઉભી    છે   દ્વારે    શ્યામ    આવશે

છે  વિકટ  રસ્તો  નર્કથી  સ્વર્ગ સુધીનો ઊંડે તો  ઉતર  જરા
ઈશ્વર   નામે  જ  રહસ્યો  ઝાંઝવાના  ખુલ્લે  આમ   આવશે

તું   ભલે  ‘ચાતક’  વલોવાઈ   ગયો  બુંદે  બુંદે  તો   શું  થયું
આંસુઓના જળ હવા થઇ ઘનઘોર  શ્રાવણ ઠરીઠામ આવશે

મુકુલ દવે ‘ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *