ભીતર ના દીવા નો મર્મ ફોડી શકે તો તું જો ,મુકુલ દવે “ચાતક “

ભીતર ના  દીવા નો  મર્મ  ફોડી  શકે  તો    જો ,
શ્વાસો  મહીં  મોઘમ    તરસ  તોડી શકે તો  જો ,

છાતી  ઉપર ઘા   ને   કરી   ચીરી  બધું   જોયું
કાદવ  કર્યો ભીતર, તું  તરછોડી  શકે  તો  જો ,

માચીસ , પૂળા  લઇ  ભલે  ઊભો  તું   સ્મશાને ,
હરદમ  સમય સાથે તું  અહીં દોડી શકે તો  જો ,

મન   માણસોના  વાંચવા  દીવો  હું   પ્રગટાવું
ને   ઝાંઝવાંના  આયના  છોડી  શકે  તો    જો ,

હાંફી  ભલે  ‘ચાતક ‘ ગયો  તું   સાચવી  શ્વાસો
સાગર  મહીં  મોતી તું   રગદોળી  શકે  તો  જો ,

મુકુલ દવે “ચાતક “
Top 50 Beauty

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*