ભ્રમથી ભ્રમિત જીવડો મઝાથી ખુદ કેવી રીતે જીવી ગયો ,ચાતક

ભ્રમથી   ભ્રમિત  જીવડો   મઝાથી  ખુદ  કેવી  રીતે  જીવી    ગયો ,
તારા    સમ   તારા   ખુદ    વગર    પણ  કેવી  રીતે  જીવી  ગયો,

મારો    હતો   ગુનો    ક્યારેક    મારી    નજર    લાગી   એને   હશે ,
નહિતર     ચંદ્રમાં   દાગ   સાથે    ખુદ   કેવી   રીતે    જીવી  ગયો ,

તાજા     તમે    રાતરાણી     સમા,   તાજા   તમે    ફોરમ     સમાં ,
મહેંકતી   ખુશ્બુ ની યાદમાં કરમાયા વગર  કેવી રીતે  જીવી ગયો ,

પીતો    નથી     સુરા     છતાં     ચકચૂર    છું     તારી    નજરોનો ,
દિલની તરસ આંખો ની પ્યાસ, મૃગજળ પી  કેવી રીતે જીવી ગયો ,

આવ્યા    હતા  તમે    કદી     જીલ્ફ   ઘટા     પ્રસારી     ઝરૂખામાં ,
કાળી  રાતની  યાદ સમજી, દીવો પ્રગટાવી કેવી રીતે જીવી  ગયો,

પ્રતિક્ષા   ઉંબરે  “ચાતક”   સજળ   આંખે    ઉભો      ક્યાં    રહીશ ,
તરસ્યાના અવિરત ઝાંઝવા પ્રતિબિંબ  લઈ કેવી રીતે જીવી ગયો ,

ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*