મધદરિયે મારી એ ડૂબતી નાવને થામ આપો ,
ને પછી તમે ક્યાં રહો છો તેનું એ નામ આપો
ને પછી તમે ક્યાં રહો છો તેનું એ નામ આપો
તરસ્યો રહ્યો છું હું ભર મધદરિયે ને છતાં પણ ,
એ ન્હોતી તરસ મૃગજળ નોય અંજામ આપો
આમ જુઓ તો નિર્લેપ હું થઈ ગયો છું ને તોયે ,
આસ્થાનો પર્યાય ને બસ શોધવા રામ આપો
તુજ પ્રતીક્ષા કદી વિષાદ થઈ ના શકી ને આજ તોયે
શ્રદ્ધા તો છે અડીખમ એમને પયગામ આપો
શોધું છું એમને દુઆ માટે દવાની જરૂર નથી ,
મારા મસીહાને કહું છું દર્દ બેફામ આપો
મુકુલ દવે ‘ચાતક ‘