માનવ ની ભીડમાં , અથડાતા ખોવાઈ ગયેલા તમે ..ખોવાઈ ગયેલા તમે ………

માનવની    ભીડમાં  જાવ  ખોવાઈ  એવું  પણ    બને
ખુદનું   ભૂત   રસ્તામાં   મળી  જાય  એવું  પણ   બને .

માનવ  આગળ   રૂપિયો  સદા   ખોવાઈ ગયેલા  તમે
રૂપિયો  હાથ પગ  કાઢી  મળી  જાય , એવું  પણ  બને .

હરી  સ્વર્ગથી  ઉતર્યા, લીલામાં ખોવાઈ  ગયેલા  તમે ,
હરી હરી બોલતા દુકાનમાં મળી જાય એવું પણ   બને .

જન્મ મરણના સંબંધોના રાહમાં ખોવાઈ  ગયેલા તમે ,
ચાલતા જીવન પંથે ફોટામાં મળી જાય એવું પણ બને .

આભમાં “ચાતક,” કેમ  મીટ માંડી ખોવાઈ ગયા  તમે ,
આભમાં હરી ઘર બદલતા મળી  જાય એવું પણ  બને .

ચાતક ……..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*