મારી એક શરતે વરસવું જો હોય  અનરાધારે વરસ
બે   ચાર   છાંટાથી   નહીં   છીપે   હવે  મારી  તરસ

હું   લાગણીમાં   તો  અહોર્નિશ  લજામણી  જેવો   છું
આથી  મ્હેંકતો  છું  તાજા  ફૂલો  જેવો  કોમળ   સ્પર્શ

હું ના ઉઠ્યો મારાથી ઉપર ખુદ ‘હું ‘થી ને શોધું છું  ‘હું ‘
હું  ચાલ્યો  જાઉં  છું  ભીતર , ને તું જાય માયા  તરફ

જ્યાં  હું  ચરણ  ઉપાડું  છું  કોઈ  અજાણ્યા  દ્વાર  પર
કોઈ  ઉભું  હોય  દીવો  ધરીને  કાળની  ચોપાટ  પર

યુગથી  કહે  એ હું તને ચોક્કસ મળીશ ઊભો છું હજી
એના છળમાં શું એવું છે કે પ્રતીક્ષા બની ગયો સમય
મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *