મારી નયનોના પાપણો કયારેક છીપ થશેચાતક

મારી  નયનોના  પાપણો  કયારેક  તો  છીપ  થશે,
અંતે  સંઘરાયેલા  સમયે  સાથે  અશ્રુ   મોતી  થશે.
ઈશ્વરને   જાણી   પથ્થર  તેને  કદી  પૂજ્યા   નથી ,
શ્રદ્ધા   લઇ   ક્યારેક   જશે   બોલતો   પથ્થર  થશે .
મારી  હૃદયની  વ્યથાની ક્યારેક  પણ  જાણ  થશે,
મારી   અસર  વેદનાની  અંતે   તમારી  પણ  થશે .
પીધા  છે  અંતે  ઝેર  પણ  મહાદેવતો   નથી  થવું ,
માનવ  થઈને રહું  ઝેર  ક્યારેક  અમૃત અંતે  થશે .
અંતે  જિંદગીમાં  હાર  જીતના ખેલ રમીને શું  થશે ,
“ચાતક’ ગણિત સૅવે માણસના માપના ખોટા થશે
ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*