મારે તારા શહેર માં રહેવું નથી ચાતક ,

મારે       તારા     શહેરમાં      રહેવું      નથી
માણસ    ના     નામે      કોઈ  જીવતું   નથી
સવારે     મળે    જે      ના   મળે    એ   રાત્રે 
લાગણી      થી     કોઈ     ભીજાતું        નથી

મારે       તારા     શહેરમાં      રહેવું      નથી
તારા શહેરમાં મરજી  થી  કોઈ જીવતું  નથી
ખેચાય        છે      સહરદો     ને    સગપણો ,
માણસોના   ટોળા સિવાય કોઈ દેખાતું નથી 

મારે       તારા     શહેરમાં      રહેવું      નથી 
તારા શહેરમાં મરજી  થી  કોઈ જીવતું  નથી
સમય       સાથે     એની    મુલાકાત    જુદી ,
દોડે  છે  કુતરાની   જેમ  હાફ   બેસતો  નથી 

મારે       તારા     શહેરમાં      રહેવું      નથી
દિવસ     હો    જુદા    ને    અહી રાત    જુદી ,
તારા    નગરની   તો    છે     વાતજ    જુદી                 
માણસના       નામે      કોઈ   જીવતું   નથી

મારે       તારા     શહેરમાં      રહેવું      નથી
છાતીમાં    શ્વાસ    ભરી   સવારથી    નીકળે
સાંજે      આવે     ફૂગામાંથી    હવા    નીકળે
માણસના       નામે      કોઈ   જીવતું    નથી

મારે     તારા     શહેર     માં    રહેવું      નથી
અહી      માનવીની      ઘણી     જાત    જુદી
ખબર   નહિ   એ   ક્યારે  બની જાય   હિંસક
માણસના       નામે      કોઈ   જીવતું    નથી

અત્તર   છાંટે  સુંગંધ  ના  ફેલાવે   માનવમાં 

વિઝીટીગના  કાર્ડથી  સબંધોમાં  આંટા મારે ,
મારે     તારા     શહેર     માં    રહેવું      નથી
માણસના      નામે      કોઈ    જીવતું    નથી
ચાતક
.
,
,
.
.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*